Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪૭ વર્ષ ગૅરેજમાં રહેલી આ કાર હરાજીમાં ૩ કરોડથી વધુમાં વેચાશે

૪૭ વર્ષ ગૅરેજમાં રહેલી આ કાર હરાજીમાં ૩ કરોડથી વધુમાં વેચાશે

Published : 12 April, 2023 12:20 PM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુકેની માર્કેટમાં કંપનીએ જે ૯૬ મૉડલ બનાવ્યાં હતાં એમાંનું આ એક છે.

ફેસેલ વેગા એચકે ૫૦૦ કાર

Offbeat News

ફેસેલ વેગા એચકે ૫૦૦ કાર


કાર કે બાઇક જેમ જૂની થાય એમ એની કિંમતમાં ઘટાડો થાય, પરંતુ કેટલીક કાર જેને વિન્ટેજનો સિક્કો લાગી ગયો હોય એ કાર જેમ જૂની થાય એમ એની કિંમત વધારે રહે. ફ્રાન્સની ફેસેલ વેગા એચકે ૫૦૦ કાર જે છેલ્લાં ૪૭ વર્ષથી ગૅરેજમાં પડી હતી. હવે આ કાર મોટી કિંમતે વેચાશે. નવાઈની વાત એ છે કે યુકેની માર્કેટમાં કંપનીએ જે ૯૬ મૉડલ બનાવ્યાં હતાં એમાંનું આ એક છે. 


હાલ લેફ્ટ હૅન્ડ ડ્રાઇવનું ૧૯૬૧નું મૉડલ ૫૯,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૬૦ લાખ)માં, તો ૧૯૫૯નું મૉડલ ૫૨,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૩ લાખ રૂપિયા)માં મળે છે, પરંતુ ૧૯૬૪ના આ મૉડલ માટે ૨,૯૩,૭૪૫ પાઉન્ડ (અંદાજે ૩ કરોડ રૂપિયા) ખર્ચવા પડશે. ૧૯૬૨નું આવું જ મૉડલ થોડું સસ્તું છે જે ૨,૨૭,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨.૩ કરોડ રૂપિયા)માં મળશે. નૉર્થ વેલ્સની એક ગૅરેજમાં આ કાર ૪૭ વર્ષ સુધી પડી રહી હતી. 



આ પણ વાંચો :  દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ


હવે ડર્બીશરમાં એની હરાજી થશે. કારમાં કરવામાં આવેલો બ્લુ કલર પણ યથાવત્ છે. કાર-નિષ્ણાતના મતે આ એક રત્ન સમાન છે. મૂળ ૧૯૫૮માં લૉન્ચ કરવામાં આવેલી આ કાર ફેરારી અને એસ્ટન માર્ટિન સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી હતી. એ સમયની ઘણી હસ્તીઓની ગૅરેજમાં આ કાર હતી. એ સમયે સૌથી ઝડપી કારમાંની એ એક હતી. 

આ કાર કંપનીની સ્થાપના ૧૯૩૯માં પૅરિસમાં કરવામાં આવી હતી. ૧૯૫૪માં એણે પોતાનું પહેલું મૉડલ બહાર પાડ્યું હતું. એ પહેલાં એ અન્ય કાર બ્રૅન્ડ માટે બૉડી પૅનલ્સ અને બૉડી બનાવવાનું કામ કરતી હતી. ફ્રેન્ચ કંપની ફડચામાં જતાં ૧૯૬૪માં એને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. કંપનીએ કુલ ૨૯૦૦ કાર બનાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 12:20 PM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK