કંપનીના પિક-અપ ઍડ્રેસ પર ચીજો મગાવે છે. કંપનીમાં રહેલાં માઇક્રોવેવ, અવન અને ફ્રિજ વાપરે છે. આમ તેના ઘણા રૂપિયા બચી જાય છે.
ડેસ્ટિની નામની એક મહિલાએ જે વિડિયો શૅર કર્યા છે
બ્રિટનમાં ઘરનાં ભાડાં એટલાં વધારે હોય છે કે નાના પગારદાર લોકોને ઘર ભાડે લઈને એમાં રહેવું પરવડે એવું હોતું નથી. આથી ઘણા લોકો બાય ચૉઇસ બેઘર રહેવાનું પસંદ કરતા હોય છે. ટિકટૉક પર આશરે ૧૭,૦૦૦ ફૉલોઅર્સ ધરાવતી ડેસ્ટિની નામની એક મહિલાએ જે વિડિયો શૅર કર્યા છે એ વાઇરલ થયા છે. તે જણાવે છે કે તે ઘરબાર વિનાનું જીવન જીવી રહી છે. તે ઑફિસની કૅબિનમાં સૂઈ જાય છે અને સવારે તૈયાર થવા માટે તેણે એક જિમ્નેશિયમની મહિને ૧૬૦૦ રૂપિયાની મેમ્બરશિપ લઈ લીધી છે જ્યાં જઈને તે નાહી-ધોઈને તૈયાર થાય છે. તે ઘરભાડા અને અન્ય પાછળ મહિને ૧.૭૦ લાખ રૂપિયાનો ખર્ચ કરતી હતી અને તેની કોઈ બચત થતી નહોતી એટલે તેણે શરૂમાં કારમાં જ સૂવાનું પસંદ કર્યું હતું, પણ એમાં અગવડ લાગતાં હવે ઑફિસમાં જ રહે છે. તે મેકઅપ ઑફિસમાં જ કરી લે છે અને ઑનલાઇન શૉપિંગ કરે છે. કંપનીના પિક-અપ ઍડ્રેસ પર ચીજો મગાવે છે. કંપનીમાં રહેલાં માઇક્રોવેવ, અવન અને ફ્રિજ વાપરે છે. આમ તેના ઘણા રૂપિયા બચી જાય છે.

