શુક્રવારે રાતે તેણે એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ પ્રકારે ફેરબદલ કરીને મેં ભૂલ કરી હતી.
બ્રિટિશર એક વર્ષ પહેલાં કોરિયન યુવતી બન્યો અને હવે ફરી યુવક બની ગયો
બ્રિટનનો ૩૨ વર્ષનો ઓલી લંડન એક વર્ષ પહેલાં કોરિયન યુવતી બન્યો હતો અને હવે તે ફરી પાછો યુવક બની ગયો છે. શુક્રવારે રાતે તેણે એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ પ્રકારે ફેરબદલ કરીને મેં ભૂલ કરી હતી. અમને નાનપણથી એવું ભણાવવામાં આવે છે કે જાતીય ફેરબદલ કરવું ખોટું નથી. પુરુષને સ્કર્ટ પહેરવામાં વાંધો નથી.’ ઓલી લંડને કોરિયન મહિલા જેવો દેખાવા માટે ૭૧ લાખ રૂપિયા ખર્ચીને ૧૫ સર્જરી કરાવી હતી. પોતાની ઓળખને લઈને કરેલા આવા પરિવર્તન બદલ તે અમેરિકન સંસ્કૃતિને જવાબદાર ગણે છે, જેને કારણે પુરુષત્વના આદર્શો ભૂંસાવા લાગ્યા છે. ઓલી લંડને કુલ ૩૦ સર્જરી કરાવી છે, જેમાં તેણે ૨.૧૮ કરોડ રૂપિયા છેલ્લાં આઠ વર્ષમાં ખર્ચ્યા છે. તે કોરિયન સિંગર રોઝ જેવો દેખાવા માગતો હતો. કોરિયામાં રહ્યા બાદ તેણે કોરિયન બનવાનું નક્કી કર્યું હતું.

