ઓટરબર્ન રેન્જમાં વર્ષ ૨૦૧૬માં બની હતી આ ઘટના, તાજેતરમાં સર્જાઈ એક ટેક્નિકલ ખામી અને પ્રકાશમાં આવ્યો આઠ વર્ષ જુનો આ કિસ્સો
પ્રતીકાત્મક તસવીર
બ્રિટન (Britain)માં એક ચોંકાવનારી ઘટના બની છે. જેની ચર્ચા સતત થઈ રહી છે. બે સૈનિકો મિલિટરી હેલિકોપ્ટરમાં સેક્સ કરતા (Two drunken soldiers found having sex in Apache helicopter cockpit) જોવા મળ્યા.
હેલિકોપ્ટરમાં સેક્સ કરતા પકડાયા એ ઘટના સમયે બંને જવાનો દારૂના નશામાં હતા. યુકેના મીડિયા અહેવાલો અનુસાર, લશ્કરી તાલીમ વિસ્તારમાં લશ્કરી અપાચે હેલિકોપ્ટરમાં કેટલીક અસામાન્ય હિલચાલ જોવા મળી હતી. આ પછી ત્યાંના સ્ટાફે તપાસ કરવાનું નક્કી કર્યું અને જ્યારે તેઓ હેલિકોપ્ટરની નજીક ગયા તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેઓએ જોયું કે અંદર બે સૈનિકો શારીરિક સંબંધો બાંધી રહ્યા છે. બ્રિટિશ સૈનિકો તે સમયે નશામાં હતા. ગ્રાઉન્ડ સ્ટાફ મિલિટરી હેલિકોપ્ટરની સર્વિસ કરી રહ્યો હતો. પછી અચાનક રાત્રે તેણે રોટરમાં કેટલીક અસામાન્ય પ્રવૃત્તિ જોવી. સ્ટાફને હેલિકોપ્ટરમાંથી આવતા વિચિત્ર અવાજો પણ સંભળાયા અને જ્યારે તેઓએ આ શા માટે થઈ રહ્યું છે તે જોવાનું નક્કી કર્યું ત્યારે તેમને હેલિકોપ્ટરની પાછળની કોકપીટમાં બે સૈનિકો, અર્ધનગ્ન, નશામાં ધૂત જાતીય સંભોગ કરતા જોવા મળ્યા. રિપોર્ટ અનુસાર, તે સમયે પુરુષ આર્મી યુનિફોર્મમાં હતો, જ્યારે મહિલા સિવિલિયન કપડામાં હતી.
ADVERTISEMENT
બ્રિટનના મીડિયા રિપોર્ટ્સમાં મિલિટરી એવિએશન ઓથોરિટીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પકડાયા બાદ બંને સૈનિકોને હેલિકોપ્ટરમાંથી બહાર આવવા અને કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે પાછળના કોકપિટમાં બે લોકો જાતીય સંભોગમાં વ્યસ્ત હતા. બંને કમરથી નીચે સુધી નગ્ન હતા. પુરુષ આર્મી યુનિફોર્મમાં હતો અને મહિલા સિવિલ ડ્રેસમાં હતી. બંને સેવા આપતા સૈનિકો હોવાનું કહેવાય છે. ઘટના સમયે બંને નશામાં પણ હતા. જે હેલિકોપ્ટરમાં તેઓને પકડવામાં આવ્યા હતા તે આર્મી એર કોર્પ્સની 653 સ્ક્વોડ્રનનું હતું, પરંતુ તેઓ એક અલગ આર્મી યુનિટનો ભાગ હતા. એર ક્રૂને પછીથી હેલિકોપ્ટર લૉક અને ભવિષ્યમાં સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
અહેવાલોનું માનીએ તો આ ઘટના વર્ષ ૨૦૧૬માં નોર્થમ્બરલેન્ડ (Northumberland)ની ઓટરબર્ન રેન્જ (Otterburn Range)માં બની હતી. જો કે, તાજેતરમાં તે તકનીકી ખામીને કારણે આ કિસ્સો વાયરલ થયો છે. આ ઘટના બાદ સુરક્ષા અહેવાલમાં પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂકવામાં આવ્યો હતો, અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શોધને પગલે, ભવિષ્યમાં આવી જ ઘટનાઓને રોકવા માટે મજબૂત સુરક્ષા પગલાં અમલમાં મૂકવાના આદેશો આપવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલ મુજબ, લશ્કરી હેલિકોપ્ટરની કિંમત ૮.૫ મિલિયન યુરો એટલે કે અંદાજે ૭૫ કરોડ રૂપિયા છે અને તે ૩૦ એમએમ તોપ અને હેલફાયર મિસાઇલોથી સજ્જ છે.