તે વચ્ચે હવામાં નાસ્તો કરતો પણ જોવા મળ્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અનેક લોકો ઍડ્વેન્ચર માટે પૅરાગ્લાઇડિંગ કરતા હોય છે. અત્યારે પૅરાગ્લાઇડિંગનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ વિડિયોમાં ખાસ વાત છે. ટ્વિટર અકાઉન્ટ @weirdterrifying પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે આ માણસ પૅરાગ્લાઇડિંગ તો કરી રહ્યો છે, પરંતુ દોરડાની સાથે અટૅચ રહીને નહીં બલકે સોફા પર આરામથી બેસીને. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે એક માણસ સોફા પર બેઠો છે અને તેની સામે એક ટીવી પણ જોવા મળે છે. તેના સોફાને ચાર જણ ધક્કો મારીને ધાર પરથી છોડે છે અને આ પૅરાગ્લાઇડર હવામાં ઊડવા લાગે છે. આ માણસ સોફા પર બેઠાં-બેઠાં ગ્લાઇડરને કન્ટ્રોલ કરવા લાગે છે. તે વચ્ચે હવામાં નાસ્તો કરતો પણ જોવા મળ્યો હતો. અંતમાં તે સરળતાથી જમીન પર પણ ઊતરતો જોવા મળ્યો હતો.

