રોપમાં પ્રથમ વાર ટી.રેક્સની લિલામી કરવામાં આવી હતી
Offbeat
ટી.રેક્સનું સ્કેલેટન
અંદાજે ૬.૭ કરોડ વર્ષ જૂના ટાયરનોસૉરસ રેક્સનું હાડપિંજર ૫.૫૫ મિલ્યન સ્વિસ ફ્રૅન્ક્સ (૬૨ લાખ ડૉલર કે ૫૦.૯૯ કરોડ રૂપિયા)ની કિંમતે એક વ્યક્તિને વેચવામાં આવ્યું હતું. યુરોપમાં પ્રથમ વાર ટી.રેક્સની લિલામી કરવામાં આવી હતી. ટાયરનોસૉરસ મોટા થેરોપોડ ડાયનોસૉરની પ્રજાતિ છે. આ પ્રજાતિના નમૂનાનું વર્ણન હાલના સમયમાં અસ્તિત્વમાં રહેલા સૌથી અદ્ભુત ટી.રેક્સ હાડપિંજરમાંના એક તરીકે કરવામાં આવ્યું છે, જેની લંબાઈ ૧૧.૬ મીટર અને ઊંચાઈ ૩.૯ મીટર છે.
વૈજ્ઞાનિકો ખાનગી સંગ્રહમાં સમાપ્ત થતા ડાયનાસૉરના અવશેષોની વધતી સંખ્યાને લીધે ચિંતિત છે. જોકે ટી.રેક્સની આ પહેલી લિલામી નથી એમ છતાં એ ઘણી દુર્લભ છે.
ADVERTISEMENT
ગયા વર્ષે એક ટી.રેક્સ હાડપિંજરના લિલામીમાં ૨૫૦ લાખ ડૉલર (લગભગ ૨૦૫.૬૨ કરોડ રૂપિયા) મળવા અપેક્ષિત હતા પરંતુ હાડપિંજરના ભાગો ક્યાંથી આવ્યા એ વિશે શંકા વ્યક્ત કરાયા બાદ આ લિલામીમાંથી હાડપિંજર પાછું ખેંચી લેવાયું હતું.
૨૦૦૮થી ૨૦૧૩ વચ્ચે મળેલા નમૂનાનાં ૨૯૩ અલગ-અલગ હાડકાંઓમાંથી તથા મૉન્ટાના અને વ્યોમિંગમાં યુએસ ડાયનોસૉર સાઇટ્સના ત્રણ અલગ-અલગ ટી-રેક્સમાંથી બનાવવામાં આવ્યું હોવાથી આ હાડપિંજરનું નામ ૨૯૩ ટ્રિનિટી છે. અત્યાર સુધીમાં હરાજી કરાયેલા મોટા ભાગના ડાયનોસૉરનાં હાડપિંજર અંશત: કાસ્ટ અથવા રિપ્લેસમેન્ટના બનેલાં છે, પરંતુ ૨૯૩ ટ્રિનિટીમાં અડધાથી વધુ પ્રમાણમાં વાસ્તવિક હાડકાંઓ છે.