૧૧.૫ મીટર લાંબી, બે મીટર ઊંચી અને બે મીટર પહોળી આ ટ્રામ બનાવવા માટે ૧૮ લાખ લેગો બ્રિક્સ વપરાઈ છે
અજબગજબ
રમકડાના લેગો બ્રિક્સમાંથી રિયલ સાઇઝની ટ્રામ
હંગેરીના બુડાપેસ્ટમાં ૧૩૭ વર્ષ પહેલાં શહેરની પહેલી ટ્રામ જેવી સ્ટ્રીટ કાર શરૂ થયેલી. આ ખાસ પ્રસંગને ઊજવવા માટે બુડાપેસ્ટના બેલેઝ ડૉક્ઝી નામના એક વિઝ્યુઅલ આર્ટિસ્ટે મહિનાઓની મહેનતના અંતે એક અનોખી લેગો ટ્રામ બનાવી છે. આ ટ્રામ રિયલ ટ્રામની સાઇઝની જ છે. ૧૧.૫ મીટર લાંબી, બે મીટર ઊંચી અને બે મીટર પહોળી આ ટ્રામ બનાવવા માટે ૧૮ લાખ લેગો બ્રિક્સ વપરાઈ છે. એ બનાવવા માટે ૭૦૦૦ માનવકલાક લાગ્યા હતા. આવી લાઇફ સાઇઝની ટ્રામ વિશ્વમાં પહેલી વાર બની છે. અલબત્ત, એ ચાલી શકતી નથી અને એમાં પૅસેન્જરોને બેસાડી શકાય એમ પણ નથી.