ડિસેમ્બર ૨૦૧૯માં પહેલી વાર તેમણે દાઢીને ઘરેણાંથી સજાવી હતી
Offbeat News
દાઢીને ક્રિસમસ ટ્રીની જેમ ૭૧૦ બૉબલ્સથી સજાવી
અમેરિકાના ઇડાહોના અડા કાઉન્ટીના કુના શહેરમાં રહેતા જોએલ સ્ટ્રેસરે તેમના ઘરને બદલે તેમની દાઢીને ક્રિસમસ ટ્રીની જેમ ૭૧૦ બૉબલ્સથી સજાવી છે. બૉબલ એટલે ક્રિસમસ ટ્રીના ડેકૉરેશન માટેની વસ્તુ. અનેક રેકૉર્ડધારક જોએલ સ્ટ્રેસરે બીજી ડિસેમ્બરે ઘરેણાં સજાવતા હોય એ રીતે તેમની દાઢી પર બહુરંગી બૉબલ્સ લગાવ્યાં હતાં. જોકે જોએલે આ પહેલી વાર ઘરેણાંથી દાઢીની સજાવટ નથી કરી. ડિસેમ્બર ૨૦૧૯માં પહેલી વાર તેમણે દાઢીને ઘરેણાંથી સજાવી હતી અને પ્રથમ વાર રેકૉર્ડ પણ કર્યો હતો અને ત્યારથી તેઓ પોતાની દાઢીમાં અવનવી સજાવટ કરીને પ્રત્યેક ક્રિસમસે પોતાનો જ રેકાર્ડ બ્રેક કરતા રહે છે.
જોકે પ્રથમ વાર આવડત ન હોવાને કારણે આડેધડ લગાવ્યાં હોવાથી દાઢી પરનાં બૉબલ્સની સંખ્યા ઓછી હતી. જોકે પછી પદ્ધતિસર વ્યવસ્થિત ગોઠવણી કરવાની સમજ પડતાં જોએલ સ્ટ્રેસરે ૨૦૧૯માં ૩૦૨ બૉબલ્સ સજાવ્યાં હતાં, ૨૦૨૦માં ૫૪૨ અને ૨૦૨૧માં ૬૮૬ બૉબલ્સ દાઢીમાં સજાવ્યાં હતાં.
ADVERTISEMENT
દાઢીમાં બૉબલ્સ લગાવવાનું કામ ઘણી ધીરજ માગી લે છે એમ જણાવતાં જોએલ સ્ટ્રેસર કહ્યું કે મને બૉબલ્સ બેસાડતાં અઢી કલાક લાગ્યા હતા, જ્યારે એને કાઢતાં એક કલાક લાગ્યો હતો. દાઢી પર ૭૧૦ બૉબલ્સ લગાવવાને કારણે દાઢીના વાળ પર અઢી કિલો કરતાં વધુ વજન આવતાં એમાં તેઓ સખત ખેંચાણ અનુભવી રહ્યા હતા.