બ્રિટનના જોએલ સ્પીઅર્સ નામના ભાઈને એનર્જી ડ્રિન્ક્સ પીવાનો જબરો શોખ છે એટલું જ નહીં, તેમને વિવિધ બ્રૅન્ડની એનર્જી ડ્રિન્ક્સના ખાલી ડબ્બાઓ સંઘરવાનું પૅશન છે
અજબગજબ
જોએલ સ્પીઅર્સ
એનર્જી ડ્રિન્ક્સમાં ભારોભાર કૅફીન હોય છે જે શરીર અને મગજને થોડાક સમય માટે ઉત્તેજિત કરી દે છે. બ્રિટનના જોએલ સ્પીઅર્સ નામના ભાઈને એનર્જી ડ્રિન્ક્સ પીવાનો જબરો શોખ છે એટલું જ નહીં, તેમને વિવિધ બ્રૅન્ડની એનર્જી ડ્રિન્ક્સના ખાલી ડબ્બાઓ સંઘરવાનું પૅશન છે. જ્યાં જાય ત્યાંથી અલગ-અલગ બ્રૅન્ડનાં એનર્જી ડ્રિન્ક ભેગાં કરવા માટે ખાસ તેણે ઑનલાઇન અને ઑફલાઇન ખૂબ શોધખોળ મચાવી છે. જોકે જોએલનું કહેવું છે કે એક હજાર જેટલાં કૅન ભેગાં કરવામાં તેને વાંધો ન આવ્યો પણ આ માટેનો રેકૉર્ડ નોંધાવવા માટે તેણે જે ડૉક્યુમેન્ટેશન, લિસ્ટિંગ, ફોટોઝ સબમિટ કરવાનું આવ્યું એમાં તે થાકી ગયો.