જૉન સ્ટોક્સન નામના ભાઈએ કંઈક અનએક્સપેક્ટેડ જ કર્યું. ટિન્ડર પર એક છોકરીને પટાવીને જૉન તેને પહેલી જ મુલાકાતમાં પિગ-રેસ જોવા લઈ ગયો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
જીવનસાથીની પસંદગીના આશયથી કોઈને પહેલી વાર ડેટ પર લઈ જવાના હો ત્યારે કોઈ સારી, સુંદર અને શાંત જગ્યાએ જવાનું પસંદ થતું હોય છે, પણ જૉન સ્ટોક્સન નામના ભાઈએ કંઈક અનએક્સપેક્ટેડ જ કર્યું. ટિન્ડર પર એક છોકરીને પટાવીને જૉન તેને પહેલી જ મુલાકાતમાં પિગ-રેસ જોવા લઈ ગયો. છોકરી તો બિચારી બઘવાઈ જ ગઈ. તેણે સુંદર અને રોમૅન્ટિક દૃશ્યની અપેક્ષા રાખેલી, પણ ભૂંડને કાદવમાં દોડતાં જોઈને પેલી છોકરીનો મૂડ ઑફ થઈ ગયો હતો. જૉને એ પિગ-રેસમાં પૈસા લગાવ્યા હતા અને એમાં ૪૦૦૦ રૂપિયા જીત્યો અને એનાથી જ તેણે છોકરીને ટ્રીટ આપી.