5 ઇન્ચનો અંગૂઠો બતાવીને ટિકટોક સ્ટાર બન્યો આ છોકરો, જુઓ વીડિયો
લાંબો અંગૂઠો
ટિકટોકે ફરી આપણને એક સ્ટાર આપ્યો છે. મૈસાચુસેટ્સના વેસ્ટપોર્ટના એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થવાનું કારણ સિંગિંગ કે એક્ટિંગ નહી, પણ 5 ઇન્ચનો અંગૂઠો છે. હા, આ વિદ્યાર્થીનો અંગૂઠો 5 ઇન્ચનો છે. જે તેણે ટિકટોક દ્વારા વિશ્વને બતાવ્યું છે. આ વિદ્યાર્થીનું નામ જેકબ પીના છે. જે પોતાના લાંબા અંગૂઠાના કારણે ચર્ચામાં છવાયો છે. તેની બાકીની આંગળીઓ સામાન્ય લોકો જેવી જ છે, પણ અંગૂઠો ખૂબ જ મોટો છે.
ADVERTISEMENT
અંગૂઠાને કારણે જેકબ પીનાના ટિકટોક પર 1 લાખથી વધુ ફોલોવર્સ છે. પીનાના અંગૂઠાની પહોળાઈ A5 પેપર જેટલી છે. ઊંચાઇ કોકના કેન જેટલી છે. લંબાઈ બૉલપેન જેટલી છે. ડેલીમેલની ખબર પ્રમાણે, 20 વર્ષના જેકબને પણ નથી ખબર કે તેનો અંગૂઠો આટલો લાંબો કેમ છે. તેનું કહેવું છે કે તેને પણ અજુગતું લાગે છે.
આ પણ વાંચો : Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન
તેના અંગૂઠાને જોયા પછી લોકો તેને અલિયન કહી રહ્યા છે. પણ જેકબે હેટર્સને ઇગ્નોર કર્યું અને પૉઝીટિવ થઈને ટિકટોક વીડિયો બનાવે છે. કેટલાક લોકો તેના અંગૂઠાને જોઈને અચંબિત રહી જાય છે. જેકબે કહ્યું, -"જ્યારે લોકો મારા અંગૂઠાને જુએ છે તો તે દંગ રહી જાય છે અને પોતાના અંગૂઠાને મારા અગૂઠા સાથે સરખાવે છે. મને ખૂબ જ સારું લાગે છે."