બિહારના મુઝફ્ફરપુર-નરકટિયાગંજ ડિવિઝનમાં બેતિયા અને મઝૌલિયા રેલવે-સ્ટેશનની વચ્ચે મનસા ટોલા ગુમટી પાસે રેલવેના પાટા પર બેસીને પબ્જી ગેમ રમી
અજબગજબ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિહારના મુઝફ્ફરપુર-નરકટિયાગંજ ડિવિઝનમાં બેતિયા અને મઝૌલિયા રેલવે-સ્ટેશનની વચ્ચે મનસા ટોલા ગુમટી પાસે રેલવેના પાટા પર બેસીને પબ્જી ગેમ રમી રહેલા ત્રણ કિશોરોનાં ટ્રેન નીચે આવી જતાં મૃત્યુ થયાં હોવાની ઘટના બની છે. આ ત્રણેય કિશોરો ઇઅરફોન લગાવીને પબ્જી ગેમ રમી રહ્યા હતા અને ટ્રેન તેમના તરફ આવી રહી છે એની જાણ પણ થઈ નહોતી. ત્રણેય કિશોરો ટ્રેનની નીચે આવી ગયા હતા અને તેમનાં કરુણ મૃત્યુ થયાં હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાની જાણકારી તેમના પરિવારજનોને આપી હતી.