ભવ્ય આલીશાન મહેલ જેવા ઘરમાં રહેવાનું લોકોનું સપનું હોય છે, પણ બધાના નસીબમાં આ સુખ હોતું નથી.
ભાડું આપ્યા વિના આલીશાન ઘરમાં રહેવાનો લાભ લે છે આ બહેન
ભવ્ય આલીશાન મહેલ જેવા ઘરમાં રહેવાનું લોકોનું સપનું હોય છે, પણ બધાના નસીબમાં આ સુખ હોતું નથી. જોકે યુકેની મહિલા હાલમાં પોતાની આવી જ ભવ્યતાવાળી લાઇફસ્ટાઇલ માટે હેડલાઇન બનાવી રહી છે. ફોલ નામની હાઉસસિટર લગભગ પૂરા દેશમાં ફરી ચૂકી છે અને ભવ્ય રહેઠાણમાં રોકાવાનું પસંદ કરે છે. જી હા, આપણે બેબીસિટર તો સાંભળ્યું છે, પણ યુકેની આ મહિલાએ નવો ચીલો ચાતર્યો છે. ફોલ લોકોની જેમ ભાડું ચૂકવતી નથી, પણ લોકો સામેથી તેને પૈસા આપે છે તેમના ઘરમાં રહેવા માટે. આ ખ્યાલ બેબીસિટર જેવો જ છે, પણ આમાં બાળકને બદલે ફોલ ઘરની દેખભાળ કરે છે, જ્યારે માલિકો કામ માટે બહાર જાય છે. ફોલ વેસ્ટ લંડન, પિચ્ચરક્સવેર કૉર્નવૉલ અને ડેવોનના વિશાળ ઘરોમાં રોકાઈ ચૂકી છે. તેણે પોતાની આખી જર્ની સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને ખુલાસો કર્યો છે કે કઈ રીતે તેણે દેશભરમાં પ્રવાસ કરીને ભવ્યતા માણી છે. તે જણાવે છે કે ‘મેં ૩ મહિનામાં ૬ બેબીસિટ્સ કરી અને આ રહ્યાં એ ઘર જે મને બેસ્ટ લાગ્યાં.’