આ મહેલમાં ૧૭૮૮ રૂમ છે, ૨૫૭ બાથરૂમ છે અને અલગ-અલગ ફ્લોર પર જવા માટે ૪૪ દાદરા છે.
લાઇફમસાલા
વિશ્વનો સૌથી લાર્જેસ્ટ રેસિડેન્શિયલ પૅલેસ
નરેન્દ્ર મોદી બે દિવસની બ્રુનેઈની મુલાકાતે ગયા છે અને સુલતાન હસનલ બોલ્કિયાને તેમના ઇસ્તાના નુરુલ ઇમાન પૅલેસ પર મળશે. બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનમાં આવેલો આ મહેલ વિશ્વનો સૌથી લાર્જેસ્ટ રેસિડેન્શિયલ પૅલેસ છે અને એ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એનું નામ દર્જ થયેલું છે. આ મહેલમાં ૧૭૮૮ રૂમ છે, ૨૫૭ બાથરૂમ છે અને અલગ-અલગ ફ્લોર પર જવા માટે ૪૪ દાદરા છે. મહેલમાં ૩૮ પ્રકારના મોંઘેરા માર્બલ્સ વપરાયા છે. આ મહેલ ચાર વર્ષની મહેનતે ૧.૪ બિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૧,૭૫૪ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે અને ૧૯૮૪માં તૈયાર થયો હતો. આ મહેલ સોને મઢેલા મોંઘેરા ફર્નિચર માટે અવારનવાર ચર્ચામાં આવ્યો છે. આ મહેલમાં ૫૦૦૦ ગેસ્ટ સમાઈ શકે એવડો બૅન્ક્વેટ હૉલ છે. ૧૧૦ કારનું પાર્કિંગ અને ૨૦૦ ઘોડાને રાખવા માટે ઍરકન્ડિશન્ડ તબેલો છે.