૧૦+ કલાક હાર્મોનિયમ વગાડીને ૭૨+ રાગ અને ૨૫+ ગાયનપ્રકાર રજૂ કરીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો આ મરાઠી મુલગીએ
સિદ્ધિ કાપશીકર
પુણે પાસેના પિંપરી-ચિંચવડની સિદ્ધિ કાપશીકરે લંડનમાં ‘મહારાષ્ટ્ર મંડળ લંડન’ દ્વારા બીજી માર્ચે વસંત પંચમીએ આયોજિત કરાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સિદ્ધિએ સતત ૧૦ કલાક ૨૩ મિનિટ ૨૨ સેકન્ડ હાર્મોનિયમ વગાડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેણે આ અભિયાન હેઠળ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ૭૨ કરતાં વધુ રાગ વગાડ્યા હતા અને પચીસ કરતાં વધુ ગાયનના પ્રકાર રજૂ કર્યા હતા. આ સિદ્ધિ તેની અથાગ મહેનત અને ગુરુજનોના આશીર્વાદ અને દોરવણીના પગલે શક્ય બની હતી એમ તેણે જણાવ્યું હતું.

