હવે લાકડાના બુલેટને તે ઇલેક્ટ્રિક બુલેટ બનાવશે
અજબગજબ
લાકડાનું બુલેટ
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રહેતો યુવક બુલેટ લઈને રોડ પર નીકળે છે ત્યારે લોકો ચોંકી જાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે. લોકો તો ઠીક, જિલ્લા કલેક્ટર પણ વખાણ કરે છે. કારણ કે એ યુવાનનું બુલેટ લાકડાનું છે. બિજનૌરના જલીલપુર ગામનો જુનૈદ મિસ્ત્રીકામ કરે છે. તેણે ૮૦થી ૯૦ હજાર રૂપિયાનો ખર્ચ કરીને ૩ મહિનામાં મૉડિફાય કરીને લાકડાનું બુલેટ બનાવ્યું છે. જુનૈદે હેલ્મેટ લાકડાની બનાવી છે અને એ સુરક્ષાની દૃષ્ટિએ ટકાઉ પણ છે. હવે લાકડાના બુલેટને તે ઇલેક્ટ્રિક બુલેટ બનાવશે. આ યુવાનને જોઈને બીજા લોકો પણ લાકડાની બાઇક બનાવવાનો ઑર્ડર આપવા લાગ્યા છે.