આ મેકઅપ-આર્ટિસ્ટ શરીરના ભાગોને ગાયબ કરી દઈ શકે છે
ઘણી વ્યક્તિઓ પોતાના મૂળભૂત કૌશલને આગળ વધારીને નવી વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરે છે. એ સિદ્ધિઓ તેમને કીર્તિ અને કલદાર બન્ને ભરપૂર અપાવે છે. પૂર્વ યુરોપની મિરાંજા કિકા નામની મેકઅપ-આર્ટિસ્ટે સ્કિન ઇલ્યુઝનિસ્ટ તરીકે ખ્યાતિ મેળવી છે. તે શરીરના અમુક ભાગો સાવ ન દેખાય અથવા કોઈ કથાનાં પાત્રો જેવાં દેખાય એવી કરામત ઑપ્ટિકલ ઇલ્યુઝન સર્જવાનું વિશિષ્ટ કૌશલ ધરાવે છે.

