ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એ ચંદ્રકના કદ અને વ્યાપનો વિક્રમ નોંધવામાં આવ્યો છે. પાંચ વર્ષમાં અને આગામી વર્ષોમાં સફળતા બાબતે સમાજ પ્રત્યે માન અને ગર્વની લાગણી વ્યક્ત કરવાના ઉદ્દેશથી એ ચંદ્રક બનાવાયો છે.
આ છે સૌથી મોટો મેડલ
વિજયના પ્રતીક અને કદર કે સ્મૃતિરૂપે અપાતા મેડલ્સ, મેમેન્ટો અને શીલ્ડ્સનાં કદ અને ડિઝાઇન્સ પણ રસપ્રદ હોય છે. સંયુક્ત આરબ અમીરાતમાં અબુધાબીની ઇન્ટરનૅશનલ ઇન્ડિયન સ્કૂલે ૬૩ ચોરસ ફુટનો વ્યાપ ધરાવતો અને ૪૮૫૦ પાઉન્ડ વજન ધરાવતો ચંદ્રક બનાવ્યો છે. સ્કૂલની અને સંયુક્ત આરબ અમીરાતની પચાસમી વરસગાંઠ નિમિત્તે રચાયેલા એ ચંદ્રકમાં ત્યાંનો રાષ્ટ્રધ્વજ અને એ દેશનાં ઐતિહાસિક તથા યાદગાર સ્થાનોનો સમાવેશ છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એ ચંદ્રકના કદ અને વ્યાપનો વિક્રમ નોંધવામાં આવ્યો છે. પાંચ વર્ષમાં અને આગામી વર્ષોમાં સફળતા બાબતે સમાજ પ્રત્યે માન અને ગર્વની લાગણી વ્યક્ત કરવાના ઉદ્દેશથી એ ચંદ્રક બનાવાયો છે.