પીટ ગૉડસન અને તેનો પરિવાર હાલમાં જ દરિયાકિનારાની નજીકમાં રહેવા ગયો છે
Offbeat News
પોપટને વૉક પર લઈ જાય છે માલિક
ઇંગ્લૅન્ડના સમરસેટના માઇનલૅન્ડ શહેરમાં એક માદા પોપટ સંપૂર્ણ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એનો માલિક પીટ ગૉડસન રોજ એને દરિયાકિનારે ટહેલવા લઈ જાય છે. આ જોઈને શહેરના લોકો તેને વિચિત્ર અને ક્રેઝી ગણી રહ્યા છે. જોકે રંગબેરંગી મકાઉ પ્રજાતિની આ પોપટ જિલ દરિયાની રેતી પર એક ડૉગીની જેમ અદાથી ચાલતી હોય છે. કૂદકા મારી આમતેમ ઊછળતી અને ડૉગીની માફક જ સૂંઘવાની કોશિશ કરતી જિલ પીટ ગૉડસન સીટી મારીને બોલાવે તો તેની પાસે દોડી જાય છે. પીટ ગૉડસન અને તેનો પરિવાર હાલમાં જ દરિયાકિનારાની નજીકમાં રહેવા ગયો છે. તેમનું માનવું હતું કે અહીં જિલને મજા આવશે અને વાસ્તવમાં જિલ રેતીમાં ટહેલવાનો આનંદ માણી રહી છે. પાંચ બાળકોના પિતા પીટ કહે છે કે લોકો અમને ધૂની અને વિચિત્ર ગણી રહ્યા છે પરંતુ જિલને ઘણી મજા પડી રહી છે.