બસ-સ્ટૅન્ડ્સ પર લાગેલા પબ્લિક ચાર્જિંગ USB પોર્ટ્સ થકી ખોટી પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમે ગઈ કાલે ઍક્સ પર એક પોસ્ટ શૅર કરીને પબ્લિક ચાર્જરનો ઉપયોગ કરતા હો તો તમારો ડેટા ચોરાઈ જવાની સંભાવના હોવાની ચેતવણી બહાર પાડી છે. સાઇબર ક્રિમિનલ્સ ઍરપોર્ટ, કૅફે, હોટેલ્સ અને બસ-સ્ટૅન્ડ્સ પર લાગેલા પબ્લિક ચાર્જિંગ USB પોર્ટ્સ થકી ખોટી પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે. આવાં ચાર્જિંગ સ્ટેશનો પર તમે ચાર્જિંગ માટે લગાવેલા USB પોર્ટ થકી તમારા મોબાઇલમાં કોઈ ભળતી જ ઍપ આપમેળે ઇન્સ્ટૉલ થઈ શકે છે અને એ પછીથી મોબાઇલમાં રહેલો ડેટા ચોરાઈ શકે છે. આ સાઇબર અટૅકને જૂસ જૅકેટિંગ કહેવામાં આવે છે. માટે જ હવે પબ્લિક ચાર્જિંગ પોર્ટ્સ પર મોબાઇલ ચાર્જ કરતાં પહેલાં બે વાર વિચાર કરજો.