યુકેમાં માઇક્રોસ્કોપિક આર્ટ પીસને ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું મિની સ્ક્લ્પ્ચર,કૅરૅક્ટર રૉબિનહુડને રજૂ કરતું મિની આર્ટવર્ક,ઍન્ટમૅનનું સ્ક્લ્પ્ચર.
યુકેમાં માઇક્રોસ્કોપિક આર્ટ પીસને ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. આ આર્ટ પીસ સોયના નાકામાં સમાવાય એટલા નાના છે. ઉત્તર ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમ સિટીમાં વૉલ્ટન હૉલમાં આજથી ઑક્ટોબર સુધી ફ્રી ‘મિનિએચર માસ્ટર પીસિસ’ એક્ઝિબિશન યોજાવાનું છે, જેમાં જાણીતા આર્ટિસ્ટ વિલાર્ડ વિગનનાં ૨૦ સ્કલ્પ્ચર્સને રજૂ કરવામાં આવશે. આ સ્કલ્પ્ચર્સ એટલાં નાનાં છે કે એને માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે. આ આર્ટ પીસમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન સહિતની હસ્તીઓ તેમ જ કેટલાંક કાલ્પનિક પાત્રોનાં સ્કલ્પ્ચર્સ પણ સામેલ છે.

