જોકે અચાનક આવેલા હળવા વરસાદે તાત્પૂરતી દિલ્હીની સમસ્યાને કન્ટ્રોલમાં લાવી દીધી છે. જોકે જે હદે પૉલ્યુશન છે એ જોતાં અન્ય જગ્યાઓએ પણ ક્લાઉડ સીડિંગની સહાય લેવી પડે એવી વાતો ચાલી રહી છે ત્યારે સમજીએ આ પ્રક્રિયા છે શું.
પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ કરાવવાની વાતો ચાલે છે એ ક્લાઉડ સીડિંગ વિશે જાણો
પ્રદૂષણે માઝા મૂકી છે ત્યારે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગની વાતોએ જોર પકડ્યું હતું. દિલ્હી સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમ જ હવામાં પ્રદૂષકોને ધોવા માટે ‘ક્લાઉડ સીડિંગ’ અથવા ‘કૃત્રિમ વરસાદ’ પર વિચારણા કરી રહી છે. જોકે અચાનક આવેલા હળવા વરસાદે તાત્પૂરતી દિલ્હીની સમસ્યાને કન્ટ્રોલમાં લાવી દીધી છે. જોકે જે હદે પૉલ્યુશન છે એ જોતાં અન્ય જગ્યાઓએ પણ ક્લાઉડ સીડિંગની સહાય લેવી પડે એવી વાતો ચાલી રહી છે ત્યારે સમજીએ આ પ્રક્રિયા છે શું.
ભારતમાં કૃત્રિમ વરસાદનો અગાઉ પ્રયાસ કરવામાં આવ્યો હતો; પરંતુ એ માત્ર ચોમાસાની ઋતુમાં, જ્યારે ભેજવાળાં વાદળો હાજર હોય ત્યારે ચોમાસા પહેલાંના મહિનામાં જ પ્રયોગ થયો છે તેમ જ આ પહેલાં દેશમાં માત્ર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ લાવવાના હેતુથી અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી પ્રયોગો થયા છે.
ADVERTISEMENT
ક્લાઉડ સીડિંગ એ એક કૃત્રિમ વરસાદ કરવાની એક પદ્ધતિ છે, જેમાં વાદળાંને વરસવા માટે મજબૂર કરાવવામાં આવે છે. આનો મતલબ એ થયો કે કોઈ પણ સમયે મન ચાહે ત્યારે તમે કૃત્રિમ વરસાદ લાવી ન શકો. આકાશમાં ચોક્કસ ઊંચાઈએ વાદળાં હોવાં એ પહેલી શરત છે. જો આ વાદળાં હોય તો એમાં સીડિંગ કરીને એને ભારે બનાવી શકાય અને વરસવા માટે મજબૂર કરી શકાય. સીડિંગની પ્રક્રિયામાં પ્લેન થકી આ વાદળાંઓ પર ચોક્કસ ચીજોનો મારો કરવામાં આવે. આ ચીજો એટલે સિલ્વર આયોડાઇડ, ડ્રાય આઇસ, રૉક સૉલ્ટ અને સામાન્ય મીઠું. ચોક્કસ માત્રામાં આ ચીજોનું મિશ્રણ કરીને વાદળાં પર છાંટવામાં આવે તો વાદળાંની ઘનતા વધે છે અને વાદળાં ભારે થવાથી એ વરસી પડે એવી સંભાવના વધે છે. ક્લાઉડ સીડિંગ પ્રક્રિયામાં રાસાયણિક મિશ્રણ બનાવીને વાદળો પર ફેંકવામાં આવે છે, જે ઘનીકરણની પ્રક્રિયા શરૂ કરે છે. વાદળોમાં ભેજ હોય છે અને જ્યારે બહારથી એમાં કંઈક ઉમેરવામાં આવે છે ત્યારે ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે. એક વાર ટીપાંઓ એકસાથે મળીને ખૂબ ભારે થઈ જાય છે એ નીચે આવવા લાગે છે એટલે કે વરસાદ શરૂ થઈ જાય છે.
આઇઆઇટી કાનપુરના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કૃત્રિમ વરસાદ થાય તો દિલ્હી-એનસીઆરના લોકોને હવાના પ્રદૂષણમાંથી એક સપ્તાહ સુધી રાહત મળી શકે છે. અલબત્ત, કૃત્રિમ વરસાદ લાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે ચોક્કસ હવામાન પરિસ્થિતિઓ હોવી આવશ્યક છે. અમે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ કરવા માટે તૈયાર છીએ, પરંતુ કૃત્રિમ વરસાદ લાવવા માટે હવામાનમાં જરૂરી ભેજ, પવન વગેરે સાથે વાદળો જેવી આવશ્યક હવામાન પરિસ્થિતિઓની પણ જરૂર હોય છે.
ભારતમાં ચોમાસા દરમ્યાન કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવાં સ્થળોએ મોટા ભાગે સીડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૨૦૧૮ અને ૨૦૧૯ની ચોમાસાની ઋતુઓમાં યોજાયેલા ક્લાઉડ એરોસોલ ઇન્ટરૅક્શન ઍન્ડ પ્રિસિપિટેશન એન્હાન્સમેન્ટ એક્સપરિમેન્ટનો
ચોથો તબક્કો મહારાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત સોલાપુરમાં હાથ ધરવામાં
આવ્યો હતો.
ક્લાઉડ સીડિંગ આપણે સમજીએ એટલું સિમ્પલ નથી. એમાં પણ ઘણી મુશ્કેલી છે.