આ બિલ્ડિંગ રિયાધમાં ૭ વર્ગમૂળમાં પથરાયેલા ન્યુ મુરબ્બા સાઇટનું કેન્દ્રબિંદુ હશે
અજબગજબ
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ
સાઉદી અરબના પાટનગર રિયાધમાં વિશ્વનું સૌથી વિશાળ બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ બિલ્ડિંગ રિયાધમાં ૭ વર્ગમૂળમાં પથરાયેલા ન્યુ મુરબ્બા સાઇટનું કેન્દ્રબિંદુ હશે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફેબ્રુઆરી ૨૦૨૩માં આની જાહેરાત કરી હતી અને આ બિલ્ડિંગ તેમના સાઉદી વિઝન ૨૦૩૦નો એક ભાગ પણ છે. આ બિલ્ડિંગનો આકાર ક્યુબ જેવો હશે અને ૧૩૦૦ ફુટ ઊંચા અને ૧૨૦૦ ફુટ પહોળા બિલ્ડિંગ પાછળ ૫૦ બિલ્યન અમેરિકન ડૉલર જેટલો ખર્ચ થવાનું અનુમાન છે. આ બિલ્ડિંગ ન્યુ યૉર્કનાં ૨૦ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ સમાઈ જાય એટલું વિશાળ હશે. ૨૫ મિલ્યન વર્ગ મીટરથી વધુની ફ્લોર-સ્પેસ હશે. એમાં દુકાનો, રેસ્ટોરાં અને હાઈ સોસાયટીના લોકો માટે ૧૦,૪૦,૦૦૦ જેટલા ફ્લૅટ પણ બનાવવામાં આવશે. દેશની સરકારી ન્યુ મુરબ્બા ડેવલપમેન્ટ કંપનીના કહેવા પ્રમાણે ૮૬ ટકા ગ્રાઉન્ડ વર્ક પૂરું થયું છે અને ૨૦૩૦ સુધીમાં એ બની જશે.