લગભગ મળ્યાના એક દાયકા સુધી એકબીજાને ડેટ કર્યા પછી ૨૦૧૬ની ૧૭ સપ્ટેમ્બરે તેમણે લગ્ન કરી લીધાં હતાં.
૩૧ વર્ષનો પાઉલો ગૅબ્રિયલ અને ૨૮ વર્ષની કાત્યુસિયા રિયલમાં
બ્રાઝિલમાં રહેતો ૩૧ વર્ષનો પાઉલો ગૅબ્રિયલ અને ૨૮ વર્ષની કાત્યુસિયા રિયલમાં જાણે મેડ ફૉર ઇચ અધર હોય એવું કપલ છે. અત્યંત ટચૂકડું કદ ધરાવતાં પાઉલો અને કાત્યુસિયાની પહેલી મુલાકાત થઈ હતી ૨૦૦૬માં. પાઉલોની હાઇટ ૯૦.૨૮ સેન્ટિમીટર છે જ્યારે કાત્યુસિયા પાઉલોથી એક સેન્ટિમીટર લાંબી એટલે કે ૯૧.૧૩ સેન્ટિમીટર છે. લગભગ મળ્યાના એક દાયકા સુધી એકબીજાને ડેટ કર્યા પછી ૨૦૧૬ની ૧૭ સપ્ટેમ્બરે તેમણે લગ્ન કરી લીધાં હતાં. આ અનોખાં લગ્નને કારણે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. પતિ-પત્ની બન્ને ભેગાં થઈને તેમની કુલ હાઇટ ૧૮૧ સેન્ટિમીટર એટલે કે લગભગ સાડાપાંચ ફુટના એક પૂરા કદના માણસ જેટલી થાય છે. આમ તો આ રેકૉર્ડ જૂનો છે અને હજી બીજા કોઈએ એ તોડ્યો નથી એટલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સોશ્યલ મીડિયા પર આ યંગ અને ટચૂકડા કપલની તસવીરો ફરી શૅર થઈ હતી એટલે તેઓ ફરી ચર્ચામાં આવ્યાં છે.

