લગભગ બે વીક પહેલાં મુસ્કાન નામની મહિલાનું કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરની ઘટના છે. અજય ભાર્ગવ નામની એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરવાની સુપારી આપી હતી. લગભગ બે વીક પહેલાં મુસ્કાન નામની મહિલાનું કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. જોકે એ અકસ્માત નહોતો, મર્ડર હતું જે તેના જ પતિએ કરાવ્યું હતું. એની પાછળનું કારણ એ હતું કે અજય પત્નીની શૉપિંગની લતથી કંટાળી ગયો હતો. ખૂબ શૉપિંગ કરીને બેફામ પૈસા ખર્ચતી પત્નીને પહેલાં તો તેણે ઘણી સમજાવી જોઈ, પણ તેની લત છૂટતી જ નહોતી. આખરે તેણે પોતાના મિત્રને અઢી લાખ રૂપિયાની સુપારી આપી અને પત્નીને કાર નીચે કચડાવી નાખી.