આર્મેનિયાની રાજધાની યેરેવનમાં રવિવારે વૉટર ફેસ્ટિવલ તરીકે જાણીતા વરદાવર તહેવારની ઉજવણી થઈ હતી.
Offbeat News
વૉટર ફેસ્ટિવલ
આર્મેનિયાની રાજધાની યેરેવનમાં રવિવારે વૉટર ફેસ્ટિવલ તરીકે જાણીતા વરદાવર તહેવારની ઉજવણી થઈ હતી, જેમાં લોકો એકબીજા પર પાણીનો છંટકાવ કરતા હતા. આપણા હોળીના તહેવાર જેવો માહોલ હતો, પણ ફરક માત્ર એટલો હતો કે અહીં રંગ નહોતા. આર્મેનિયામાં આ તહેવાર દેવી અસ્તઘિક સાથે સંકળાયેલી પરંપરા છે. આ દેવીને પાણી, સુંદરતા અને પ્રેમનું સ્વરૂપ માનવામાં આવે છે. એ.એફ.પી.