દુનિયાની તમામ વસ્તીની ૧૮ ટકા વસ્તી ભારતમાં છે. \
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ નેશન્સનું અનુમાન છે કે દુનિયાની વસ્તીમાં સતત વધારો થતો રહેશે અને ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૯.૭૦ અબજ પર પહોંચી જશે. ૨૦૮૦ સુધી એ આંકડો ૧૦.૪ અબજ પર પહોંચી જશે. અગિયારમી જુલાઈને વર્લ્ડ પૉપ્યુલેશન ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એક બિલ્યનની જનસંખ્યાએ પહોંચાડવા માટે હજારો વર્ષનો સમય લાગ્યો હતો. જોકે છેલ્લાં ૨૦૦ વર્ષમાં જનસંખ્યા ૭ ગણી વધી ગઈ છે અને એ સતત વધતી રહેશે. ૨૦૧૧માં દુનિયાભરની જનસંખ્યા ૭ અબજ હતી. ભારતની વસ્તી ૨૦૨૩માં ૧,૪૨,૮૬,૨૭,૬૬૩ હતી જે ૨૦૨૪માં ૧,૪૪,૧૭,૧૯,૮૫૨ જેટલી થઈ ગઈ છે. ભારતમાં ૦.૯૨ ટકા વસ્તીમાં ગ્રોથ થયો છે. દુનિયાની તમામ વસ્તીની ૧૮ ટકા વસ્તી ભારતમાં છે. ચીન બીજા ક્રમે છે. ચીનની ૨૦૨૩માં વસ્તી ૧,૪૨,૫૬,૭૧,૩૫૨ હતી, જે ૨૦૨૪માં ૧,૪૨,૫૧,૭૮,૭૮૨ છે.
દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા ટૉપ ટેન દેશ |
|||
ક્રમ |
દેશ |
૨૦૨૪ની વસ્તી |
૨૦૨૩ની વસ્તી |
૧ |
ભારત |
૧,૪૪,૧૭,૧૯,૮૫૨ |
૧,૪૨,૮૬,૨૭,૬૬૩ |
૨ |
ચીન |
૧,૪૨,૫૧,૭૮,૭૮૨ |
૧,૪૨,૫૬,૭૧,૩૫૨ |
૩ |
અમેરિકા |
૩૪,૧૮,૧૪,૪૨૦ |
૩૩,૯૯,૯૬,૫૬૩ |
૪ |
ઇન્ડોનેશિયા |
૨૭,૯૭,૯૮,૦૪૯ |
૨૭,૭૫,૩૪,૧૨૨ |
૫ |
પાકિસ્તાન |
૨૪,૫૨,૦૯,૮૧૫ |
૨૪,૦૪,૮૫,૬૫૮ |
૬ |
નાઇજીરિયા |
૨૨,૯૧,૫૨,૨૧૭ |
૨૨,૩૮,૦૪,૬૩૨ |
૭ |
બ્રાઝિલ |
૨૧,૭૬,૩૭,૨૯૭ |
૨૧,૬૪,૨૨,૪૪૬ |
૮ |
બંગલાદેશ |
૧૭,૪૭,૦૧,૨૧૧ |
૧૭,૨૯,૫૪,૩૧૯ |
૯ |
રશિયા |
૧૪,૩૯,૫૭,૦૭૯ |
૧૪,૪૪,૪૪,૩૫૯ |
૧૦ |
ઇથિયોપિયા |
૧૨,૯૭,૧૯,૭૧૯ |
૧૨,૬૫,૨૭,૦૬૦ |
ADVERTISEMENT