ઘરની છત પર કોઈ ભારેખમ ટ્રૉલી સાથેની ટ્રક પડી હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મહિન્દ્ર આલે-૦૧ નામના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પરથી આ વિડિયો શૅર થયો છે.
ઘરની છત પર કોઈ ભારેખમ ટ્રૉલી સાથેની ટ્રક
ઘરની છત પર કોઈ ભારેખમ ટ્રૉલી સાથેની ટ્રક પડી હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મહિન્દ્ર આલે-૦૧ નામના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પરથી આ વિડિયો શૅર થયો છે. એમાં ઘરના પ્રાંગણમાં તૂટેલી ઇંટો આમ-તેમ પડેલી જોવા મળે છે અને આખી ટ્રક ટેરેસ પર અટકી ગઈ છે. આવું કઈ રીતે સંભવ છે એ વિશે સોશ્યલ મીડિયા પર ચર્ચા જાગી છે. જોકે એક અટકળ એવી લગાવાઈ રહી છે કે કદાચ આ ઘરની બાજુમાંથી કોઈ ફ્લાયઓવર પસાર થતો હશે અને એના પર ઍક્સિડન્ટ થતાં ટ્રક સંતુલન ગુમાવીને નીચે આવેલા ઘરની છત પર આવી ગઈ હશે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો પર બહુ મજાની કમેન્ટ્સ આવી છે. કોઈકને ચિંતા થઈ રહી છે કે હવે આ ટ્રક ઉતારવાની કેવી રીતે? તો કોઈકે લખ્યું છે, ‘ભાઈ, જે થયું એ થયું, બસ ઘર કઈ સિમેન્ટથી બન્યું છે એનું નામ કહી દો.’

