IAS કોચિંગ સેન્ટરનો મુદ્દો અતિશય ગંભીર બન્યો છે ત્યારે દિલ્હીમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના બિલ્ડિંગમાં જ પાણી ફરી વળ્યાં છે. પાઇપથી પાણી બહાર કાઢવા માટે સુરક્ષાગાર્ડે ભારે મથામણ કરવી પડી હતી.
બોલો! દિલ્હીમાં ટાઉન પ્લાનર ઇન્સ્ટિટ્યૂટમાં જ પાણી ભરાયાં
IAS કોચિંગ સેન્ટરનો મુદ્દો અતિશય ગંભીર બન્યો છે ત્યારે દિલ્હીમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના બિલ્ડિંગમાં જ પાણી ફરી વળ્યાં છે. પાઇપથી પાણી બહાર કાઢવા માટે સુરક્ષાગાર્ડે ભારે મથામણ કરવી પડી હતી. હવે વિચારો કે જે બિલ્ડિંગમાં ટાઉન બનાવવાનું પ્લાનિંગ શીખવાડાય ત્યાં જ વરસાદનાં પાણી ભરાયાં હોય તો પછી બીજાં બધાં બિલ્ડિંગમાં પાણી ન ભરાય તો જ નવાઈ! નવી દિલ્હીમાં વરસાદનાં પાણીનો નિકાલ કરવાની પૂરતી વ્યવસ્થા નથી, એટલે જ કોચિંગ સેન્ટરની ઘટનામાં કોર્ટે અધિકારીઓને પરસેવો છૂટી જાય એટલી હદે ખખડાવ્યા હતા. કોર્ટે એટલે સુધી કહ્યું હતું કે અધિકારીઓ ચેમ્બરમાં બેઠા રહે છે. તેમને સુએઝ સિસ્ટમ ક્યાં છે અને નીક ક્યાં છે એની ખબર સુધ્ધાં નથી.