બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો અને ઈર્ષા કેવું પરિણામ લાવી શકે છે એ કહેવાની ક્યારેય જરૂર નથી હોતી, પરંતુ લેબૅનનના બિરુતના મનારા પાડોશમાં ૧૯૫૪માં એક ઇમારત બાંધવામાં આવી હતી.
બે ભાઈના ઝઘડામાં લેબૅનનમાં બન્યું સૌથી પાતળું બિલ્ડિંગ
બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો અને ઈર્ષા કેવું પરિણામ લાવી શકે છે એ કહેવાની ક્યારેય જરૂર નથી હોતી, પરંતુ લેબૅનનના બિરુતના મનારા પાડોશમાં ૧૯૫૪માં એક ઇમારત બાંધવામાં આવી હતી, જે આજની તારીખે રાજધાનીના રિયલ એસ્ટેટમાં સૌથી મૂલ્યવાન
મનાય છે.
પિતા પાસેથી વારસામાં મળેલી જમીનના પ્લૉટ વિશે બે ભાઈઓ વચ્ચે થયેલા વિવાદને પગલે ઇરાદાપૂર્વક દેશનું સૌથી પાતળું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું હતું. એક તો શરૂઆતમાં જ બન્ને ભાઈઓ વચ્ચે જમીનના વિભાજન વિશે મતભેદ હતા અને એમાં મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમની મિલકતનો એક હિસ્સો જપ્ત કરાયા બાદ રોષે ભરાયેલા ભાઈએ માત્ર બીજા ભાઈની ઇમારતનો સીવ્યુ રોકવા અને તેની મિલકતની કિંમત ઓછી કરવાના હેતુથી ભાઈની ઇમારતની આગળનો વ્યુ રોકાય એવી પાતળી દીવાલ જેવી ઇમારત ચણી દીધી હતી, કોઈક ઠેકાણે માત્ર ૨ ફુટ થી માંડીને વધુમાં વધુ ૧૪ ફુટ પહોળાઈ ધરાવે છે; જેમાં રૂમ, કિચન, બારી અને દરિયાકિનારાનાં દૃશ્યો સમાવિષ્ટ છે. નવાઈની વાત એ છે કે એમાં લોકો રહે પણ છે. આ ઇમારતની ડિઝાઇન ફૌઝી અને સાલાહ ઇટાની દ્વારા બનાવવામાં આવી હતી, જેઓ પોતે પણ ભાઈઓ છે.