આ ચોર બેકરીમાં ઘૂસતાં પહેલાં બહાર કસરત કરે છે
સીસીટીવી ફૂટેજ
ચોર મંદિરમાં ચોરી કરતાં પહેલાં ભગવાનનાં દર્શન કરે એવા વિડિયો ઘણા વાઇરલ થયા. હવે ઑસ્ટ્રેલિયામાં એક ચોરની હરકત જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. આ ચોર ચોરી કરતાં પહેલાં યોગ કરવા માંડે છે જે CCTV કૅમેરામાં કેદ થઈ ગયું છે. આ ચોર બેકરીમાં ઘૂસતાં પહેલાં બહાર કસરત કરે છે અને પછી ચોરી કરવા જાય છે. ફિલિપ્સ બેકરીએ કહ્યું કે આ ચોર કેટલીક વસ્તુઓ સાથે પફ પેસ્ટ્રી પણ ચોરી ગયો હતો. વિડિયો જોઈને મનોરંજન લેતી એક વ્યક્તિએ કમેન્ટ કરી કે મારે પણ આ વૉર્મ-અપ રૂટીન શીખવું પડશે. તો બીજાએ કહ્યું કે બેકરીમાં પેસ્ટ્રી ખાતાં પહેલાં તેને કૅલરી બર્ન કરવી હશે.