૨૦૧૬ની ૮ નવેમ્બરે દેશમાં નોટબંધી લાગુ થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રાતોરાત ચલણમાંથી બંધ કરી દીધી હતી અને સમગ્ર દેશમાં દોડધામ મચી ગઈ હતી.
‘ખજાનચી’ યાદવ
૨૦૧૬ની ૮ નવેમ્બરે દેશમાં નોટબંધી લાગુ થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રાતોરાત ચલણમાંથી બંધ કરી દીધી હતી અને સમગ્ર દેશમાં દોડધામ મચી ગઈ હતી. કાળું નાણું બહાર લાવવા માટે લેવાયેલા આ પગલાને શુક્રવારે ૮ વર્ષ પૂરાં થયાં અને એ સાથે ‘ખજાનચી’ યાદવ પણ ૮ વર્ષનો થઈ ગયો. હા, ખજાનચી યાદવ એ છોકરાનું નામ છે અને આ નામ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પાડ્યું છે.



