અમેરિકાના મિશિગન સ્ટેટમાં સાતમા ધોરણના સ્ટુડન્ટ ડિલન રિવ્સે સમયસર સૂઝબૂઝ દાખવીને રિસન્ટલી તેનો અને તેની સાથેના અન્ય સ્ટુડન્ટ્સના જીવ બચાવ્યા હતા.
સાતમા ધોરણના સ્ટુડન્ટે પોતાના સાથી-સ્ટુડન્ટ્સના જીવ બચાવ્યા
અમેરિકાના મિશિગન સ્ટેટમાં સાતમા ધોરણના સ્ટુડન્ટ ડિલન રિવ્સે સમયસર સૂઝબૂઝ દાખવીને રિસન્ટલી તેનો અને તેની સાથેના અન્ય સ્ટુડન્ટ્સના જીવ બચાવ્યા હતા. તેની સ્કૂલ-બસની ડ્રાઇવર બસ ચલાવતી વખતે બેભાન થઈ ગઈ હતી. આ ઘટના બુધવારે બની હતી. વૉરેન કન્સોલિડેટેડ સ્કૂલ્સ દ્વારા એનો વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે ડ્રાઇવર બસ ચલાવતી વખતે બેભાન થઈ જાય છે. ડિલન તરત જ ડ્રાઇવિંગ સીટ પાસે આવે છે, સ્ટિયરિંગ વ્હીલ પકડે છે અને બસને બનેર્ટ રોડ પાસે મેસોનિક બોલેવાર્ડ પાસે સુરક્ષિત રીતે ઊભી કરવામાં સફળ થાય છે. જ્યારે પોલીસે ડિલનના પેરન્ટ્સને કૉલ કર્યો ત્યારે તેના ફાધર સ્ટીવ રિવ્સે સૌથી પહેલાં સવાલ કર્યો કે ડિલને શું કર્યું છે? ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે ‘તમારો દીકરો હીરો છે.’