આ ચલણને એ લોકો ‘પ્લેઝર મૅરેજ’ કહે છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
વાંચીને ઇન્ડોનેશિયા આંટો મારી આવવાની ઇચ્છા થઈ જાય તો નવાઈ નહીં. ઇન્ડોનેશિયા ફરવા આવતા પ્રવાસીઓ સાથે કામચલાઉ લગ્ન કરાવીને આવક રળવાનો બિઝનેસ ચાલી રહ્યો છે. યુવતીઓ જ નહીં, કિશોરીઓનાં પણ લગ્ન કરાવી દેવાતાં હોય છે. આ ચલણને એ લોકો ‘પ્લેઝર મૅરેજ’ કહે છે. મહિલાઓને ઘર ચલાવવા માટે આ પ્રથા અપનાવવી પડે છે તો બીજી બાજુ પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન પણ મળે છે. ઇન્ડોનેશિયાનાં ગામડાંઓમાં આ પ્રથા વધુ ચલણમાં છે. કેટલીક મહિલાઓએ સ્વેચ્છાએ વ્યવસાય તરીકે આ પ્રથા અપનાવી છે તો કેટલાક પરિવારો પૈસાની લાલચે મહિલાઓને પ્રવાસીઓ સાથે લગ્ન કરાવતા હોય છે, કારણ કે એક લગ્ન કરાવવાના ૮૫૦ ડૉલર એટલે કે ૭૦,૦૦૦ રૂપિયા મળે છે. કહાયા નામની મહિલાએ અત્યાર સુધીમાં ૧૫ પ્લેઝર મૅરેજ કર્યાં છે.