૨૦૦૦ના વર્ષમાં લાવવામાં આવેલા બેન્ગૉલ ટાઇગરને ૨૬ વર્ષની ઉંમરે પહોંચવામાં લગભગ સવા મહિનો બાકી છે
બેન્ગૉલી
ટેક્સસના ટાઇલર શહેરની ટાઇગર ક્રીક ઍનિમલ સૅન્ક્ચ્યુઅરીમાં રહેતો વાઘ દુનિયામાં સૌથી ઘરડો વાઘ ગણાય છે. ૨૦૦૦ના વર્ષમાં લાવવામાં આવેલા બેન્ગૉલ ટાઇગરને ૨૬ વર્ષની ઉંમરે પહોંચવામાં લગભગ સવા મહિનો બાકી છે. થોડા દિવસ પહેલાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ૨૫ વર્ષ ૩૧૯ દિવસની ઉંમરે હાલમાં હયાત સૌથી વૃદ્ધ વયના વાઘ તરીકે એની નોંધ કરી હતી. સામાન્ય રીતે વાઘ પાંજરામાં પૂરેલા હોય તો ૧૫થી ૨૦ વર્ષ અને જંગલમાં ખુલ્લા હોય તો ૧૨ વર્ષ જીવે છે. બેન્ગૉલી નામે ઓળખાતા વાઘને બચ્ચા નથી. એનું આરોગ્ય ખૂબ સારું હોવાનું એ અભયારણ્યના વેરિનરી ડૉક્ટરો કહે છે. ૩૧ ઑગસ્ટે બેન્ગૉલીનો ૨૬મો જન્મદિન ઊજવાશે. એ વખતે તેના વિક્રમનું સ્તર પણ ઊંચું જશે.

