કેરલાના તિરુવનંતપુરમના કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂર પ્રત્યે એક વાંદરાને જબરો પ્રેમ ઊભરાઈ ગયો હતો
વાયરલ તસવીર
કેરલાના તિરુવનંતપુરમના કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂર પ્રત્યે એક વાંદરાને જબરો પ્રેમ ઊભરાઈ ગયો હતો. થરૂર સવારે બગીચામાં બેસીને છાપું વાંચતા હતા. એ સમયે એકાએક ક્યાંથી એક વાંદરો ત્યાં આવી ચડ્યો. આવીને સીધો તેમના ખોળામાં બેસી ગયો. તેમણે કેળાં આપ્યાં તો એ કેળાં પણ ખાઈ ગયો અને તેમને ભેટી પડ્યો. પછી સંસદસભ્યની છાતી પર માથું રાખીને સૂઈ ગયો એટલે શશી થરૂર છાપું વાંચવા લાગ્યા. થોડી વાર પછી તેઓ ઊભા થવા ગયા ત્યારે વાંદરો છલાંગ મારીને ત્યાંથી જતો રહ્યો. વાંદરો હુમલો કરશે એવી બીક લાગતી હતી પણ થરૂર શાંતિથી બેસી રહ્યા અને વાંદરાને જે કરવું હતું એ કરવા દીધું. તેમણે આ તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

