Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દસ રૂપિયાની નોટ પર લખાઈ વધુ એક લવ સ્ટોરી

દસ રૂપિયાની નોટ પર લખાઈ વધુ એક લવ સ્ટોરી

Published : 28 May, 2024 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નોટ પર હિન્દીમાં નિશા નામની અજાણી યુવતીને સંબોધીને લખવામાં આવ્યું

દસ રૂપિયાની નોટ

અજબગજબ

દસ રૂપિયાની નોટ


થોડાં વર્ષો પહેલાં હિન્દીમાં સોનમ ગુપ્તા બેવફા હૈ લખેલી દસ રૂપિયાની નોટનો ફોટો જબ્બર વાઇરલ થયો હતો. એ પછી સોનમ ગુપ્તા નામની અજાણી યુવતીને લઈને હજારો મીમ્સ આવ્યા હતા. હવે દસ રૂપિયાની નોટ પરના લખાણને કારણે વધુ એક લવ સ્ટોરી લોકપ્રિય બની છે. આ નોટ પર હિન્દીમાં નિશા નામની અજાણી યુવતીને સંબોધીને લખવામાં આવ્યું છે કે ‘નિશા, ૧૦ જૂન કો મેરી શાદી હૈ, પર મૈં તેરે બિના ઝિન્દા નહીં રહ સકતા. આજ રાત ૯ બજે આપકા નૂંહ બસ-સ્ટૉપ પર ઇન્તેજાર રહેગા.’ સ્વાભાવિકપણે જ આ મેસેજ દ્વારા પ્રેમી પોતાની પ્રેમિકા સાથે ભાગી જવા માટેનો છેલ્લો પ્રયાસ કરી રહ્યો છે. જોકે બન્ને ખરેખર ભાગી ગયાં કે નહીં એ જાણવા મળ્યું નથી, પણ દસ નંબરની નોટ ફરી એક વાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2024 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK