પત્નીને રોજ રાતે પૉર્ન વિડિયો જોવાની લત લાગી ગઈ હતી. તે પતિને દરરોજ રાતે ૩ વાર સંબંધ બાંધવા ભારે દબાણ કરતી હતી. રોજરોજની આવી માગણીઓ અને દબાણને કારણે પતિ કંટાળી ગયો હતો.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
પત્નીને રોજ રાતે પૉર્ન વિડિયો જોવાની લત લાગી ગઈ હતી. તે પતિને દરરોજ રાતે ૩ વાર સંબંધ બાંધવા ભારે દબાણ કરતી હતી. રોજરોજની આવી માગણીઓ અને દબાણને કારણે પતિ કંટાળી ગયો હતો. તે ના પાડતો ત્યારે પત્ની તેને નબળો અને નપુંસક કહીને મહેણાંટોણા મારતી હતી. છેવટે પતિએ પત્નીને કાઢી મૂકી હતી અને પછી જુલાઈમાં ફૅમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. કોર્ટે પતિના પક્ષમાં ચુકાદો આપતાં પત્નીએ પંજાબ હરિયાણા હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ સુધીર સિંહ અને જસજિત સિંહ બેદીની બેન્ચે બન્નેની દલીલ સાંભળ્યા પછી કહ્યું કે પતિને નપુંસક કહેવો એ માનસિક ક્રૂરતા છે. પતિ-પત્ની ૬ વર્ષથી જુદાં રહે છે. બન્નેને ભેગાં કરવાનું અશક્ય છે. આ સ્થિતિમાં પત્નીની અરજી રદ કરીને ફૅમિલી કોર્ટનો ચુકાદો જ યથાવત્ રાખવાનું હિતાવહ છે.