ઇન્સ્ટાગ્રામ પર ૨૦ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી એક ઇન્ફ્લુઅન્સરને રીલ માટે હાથમાં પિસ્ટલ પકડવાનું ભારે પડી ગયું છે.
લાઇફમસાલા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઇન્સ્ટાગ્રામ પર ૨૦ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી એક ઇન્ફ્લુઅન્સરને રીલ માટે હાથમાં પિસ્ટલ પકડવાનું ભારે પડી ગયું છે. લખનઉની જાણીતી યુટ્યુબર સિમરન યાદવે ભોજપુરી ગીત પર ડાન્સ કરતી હોય એવી રીલ મૂકી હતી, જેમાં તેણે સ્વૅગ બતાવવા માટે હાથમાં પિસ્ટલ પકડી હતી. થોડી સેકન્ડ બાદ તે હવામાં આમથી તેમ પિસ્ટલ લહેરાવીને જમીન પર ફેંકી દે છે અને ડાન્સ ચાલુ રાખે છે. એક વ્યક્તિએ આ વિડિયો શૅર કરીને સિમરન સામે પગલાં લેવાની માગણી કરી હતી. પોલીસે આ વાતને ધ્યાનમાં લઈને યુટ્યુબર સામે તપાસ શરૂ કરી હતી.