૨૦૩૦ સુધી તમે ઉબર કરતાં થોડા વધુ ભાડામાં શહેરમાં આ ટૅક્સીની મદદથી ફરી શકશો
Offbeat News
ફ્લાઇંગ ટૅક્સી અને રોબો બડી પ્રવાસને વધુ આનંદદાયક બનાવશે
કોરોનાના રોગચાળા દરમ્યાન લોકોને જીવનનું મહત્ત્વ સમજાયું એથી બહાર ફરવા જવાની પ્રવૃત્તિમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. વળી ફરવા માટે ફ્લાઇંગ ટૅક્સીથી માંડીને તમારા સાથી તરીકે એક રોબોની સુવિધા ઉપરાંત અનેક નવા રોમાચંક ટેક્નૉલૉજિકલ સુધારા જોવા મળ્યા છે. ઑટોનોમસ ફ્લાઇટના સીઈઓ માર્ટિન વૉર્નરે જણાવ્યા પ્રમાણે ઊડતી ટૅક્સીઓ લંડન અને ન્યુ યૉર્ક જેવા શહેરનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખશે. ૨૦૩૦ સુધી તમે ઉબર કરતાં થોડા વધુ ભાડામાં શહેરમાં આ ટૅક્સીની મદદથી ફરી શકશો. મોટા શહેરમાં લંડનના અન્ડરગ્રાઉન્ડની જેમ ૧૦ જેટલા સ્કાય ટૅક્સી રૂટ હશે. રોબો પ્રવાસીઓને માર્ગદર્શન આપવાનું કામ કરશે.
આ પણ વાંચો : સાંગલીમાં યોજાઈ રિક્ષાને રિવર્સ દોડાવવાની સ્પર્ધા
ADVERTISEMENT
ફ્યુચરલૉજિસ્ટ ડૉ. ઇયાન પિયર્સનના જણાવ્યા પ્રમાણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત રોબો હોટેલમાં મોટી સંખ્યામાં જોવા મળશે. લોકો એની સાથે વાત કરી શકશે અને સવાલ પણ પૂછી શકશે તથા સર્વિસ પણ બુક કરી આપશે. આ રોબોટિક ટ્રાવેલ સેલ્ફી-સ્ટિકને બદલી શકે અને ઍરપોર્ટ પર સામાન લઈ જવામાં મદદ કરી શકે છે. વળી એ વિશ્વની તમામ ભાષાઓ જાણતો હશે એથી તમામ સાથે સરળતાથી વાત કરશે. ઍપલ આ વર્ષે એઆર ચશ્માંનો સેટ પણ બહાર પાડશે, જે પરંપરાગત જોવાલાયક સ્થળોના અનુભવને ઘટાડવાને બદલે એમાં વધારો કરશે. થ્રીડી મૉડલિંગ ટેક્નૉલૉજી ટ્રાવેલ એજન્ટને પણ મદદ કરશે, જેમાં એ પોતાના ગ્રાહકોને હોટેલ વિશેની તેમ જ અન્ય ટ્રાન્સપોર્ટ સુવિધાની સચોટ માહિતી આપશે. એને કારણે પ્રવાસીઓને સારી હોટેલ ડીલ્સ શોધવા માટેના સમયમાં ઘટાડો થશે.