ફ્લોરોસન્ટ પેન્સિલની કલાકારી છે આ ચિત્રોમાં
ઍનરિક બર્નાલે પેન્સિલથી દોરેલાં ચિત્રો ઘણાં જ અદ્ભુત, રંગીન અને જાણે જીવંત હોય એવાં દેખાય છે. આમ તો એ બ્લૅક પેન્સિલથી જ દોરાયાં છે, પરંતુ એમાં ફ્લોરોસન્ટ પેન્સિલથી કલરની છાંટ એવી રીતે ઉમેરી છે કે જાણે એ ચિત્ર પર ચોક્કસ રીતે પ્રકાશ પડી રહ્યો હોય. આ પ્રકાશને કારણે ચિત્રો વધુ સુંદર અને જીવંત લાગી રહ્યાં છે.
આ મેક્સિકન કલાકાર તેના ડ્રોઇંગ માટે મેકેનિકલ પેન્સિલ અને પેનનો ઉપયોગ કરે છે, પણ તાજેતરમાં જ તેણે તેના પેઇન્ટિંગમાં નવું ડિજિટલ ટુલ ઉમેર્યું છે જે તેના ડ્રોઇંગમાં આર્ટિફિશ્યલ લાઇટિંગ ઉમેરે છે. જોકે હજી ચોક્કસ ઇફેક્ટ દર્શાવવા માટે તથા એની કળાની કોઈ નકલ ન કરી શકે એ માટે તેણે આ ટુલનો વધુ સિફતપૂર્ણ ઉપયોગ કરવો પડશે.