Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્પેનમાં ચાલે છે લગ્ન તોડવાનો બિઝનેસ : એક લગ્ન તોડવાની ફી થાય છે ૪૭,૦૦૦ રૂપિયા

સ્પેનમાં ચાલે છે લગ્ન તોડવાનો બિઝનેસ : એક લગ્ન તોડવાની ફી થાય છે ૪૭,૦૦૦ રૂપિયા

Published : 21 September, 2024 10:16 AM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક લગ્ન તોડવાની ૪૭,૦૦૦ રૂપિયા જેટલી કિંમત લેવાય છે.

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


યે શાદી નહીં હો સકતી, બૉલીવુડની ફિલ્મોમાં લગ્નના માંડવે આ સંવાદ બોલાય અને લગ્ન તૂટી જાય, પણ સ્પેનમાં તો આનો બિઝનેસ ચાલી રહ્યો છે. એટલે કે લગ્ન તોડવાનો ધંધો ચાલી રહ્યો છે. એક લગ્ન તોડવાની ૪૭,૦૦૦ રૂપિયા જેટલી કિંમત લેવાય છે. અર્નેસ્ટો રેનારેસ વેરિયા નામનો માણસ મૅરેજ-ડિસ્ટ્રૉયર છે. દો દિલોં કા મિલનમાં ફાચર મારવાનો આ ધંધો એક રમૂજને કારણે શરૂ થયો હોવાનું અર્નેસ્ટો કહે છે. તેણે કહ્યું કે તેણે મજાક ખાતર ઑનલાઇન જાહેરાત આપી હતી. અર્નેસ્ટોએ એમાં લખ્યું હતું કે ‘તમારે લગ્ન નથી કરવાં, પણ ના કેવી રીતે પાડવી એ ન સમજાતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, હું તમારાં લગ્નમાં વાંધો પાડીશ અને લગ્ન તોડાવીશ.’ આ માટે તેણે ૫૦૦ યુરો એટલે કે ૪૭,૦૦૦ રૂપિયાની કિંમત પણ લખી હતી. આ જાહેરાતનો જબરદસ્ત રિસ્પૉન્સ મળશે એવી તેને આશા નહોતી, પણ તેના ઇનબૉક્સમાં વર-કન્યાઓની લગ્નો તોડવા માટે ઢગલાબંધ અરજીઓ આવી. અત્યારે તેની પાસે ડિસેમ્બર સુધીનાં લગ્નો તોડવા માટેનું બુકિંગ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2024 10:16 AM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK