હૈદરિન આઠમા ધોરણમાં ભણે છે અને હવે આ જ કારનામા માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તોડવા માટે અપ્લાય કરશે.
અજબગજબ
હૈદરિન
મૅન્ગલોરના તેર વર્ષના હૈદરિન નામના ટીનેજરે સ્વિમિંગના ક્ષેત્રે અનોખું કારનામું કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. નોબેલ વર્લ્ડ રેકૉર્ડ્સના સ્ટેટ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિની હાજરીમાં હૈદરિને મૅન્ગલોરના એમેકેર ઇન્ટરનૅશનલ સ્વિમિંગ પૂલમાં પોતાની તરણકલાનું અદ્ભુત નિદર્શન કર્યું હતું. તેણે પાણીની અંદર સમરસૉલ્ટ એટલે કે ઊંધી ગુલાંટ ખાવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. સ્વિમિંગ પૂલના એક છેડેથી બીજા છેડા સુધીમાં તેણે ૩૭ સેકન્ડમાં ૨૬ ગુલાંટ ખાધી હતી જેને નોબેલ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યો હતો. હૈદરિન આઠમા ધોરણમાં ભણે છે અને હવે આ જ કારનામા માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તોડવા માટે અપ્લાય કરશે.