નૂડલ્સ પ્રેમીઓને આવી રહ્યો છે ગુસ્સો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નૂડલ્સ (Noodles) સ્ટ્રીટ ફૂડ પ્રેમીઓની પ્રિય વાનગીઓમાંની એક છે. વિવિધ સૉસમાં બનતા નૂડલ્સને જ્યારે આમ પૅનમાં ઉછાળીને બનાવવામાં આવે ત્યારે જાણે પેટની ભૂખનો પારો પણ વધતો જ જાય છે. નૂડલ્સનો રંગ પણ સૉસના રંગ પ્રમાણે બદલાય છે. ક્યારેક લાલ, ક્યારેક સફેદ, ક્યારેક આછો ભુરો. રંગોની આ વિવિધતા નૂડલ પ્રેમીઓને પસંદ પડે છે, પરંતુ તેમને ખૂબ જાડા કાળા રંગના નૂડલ્સ ખૂબ જ વિચિત્ર લાગે છે. અત્યારે બ્લેક રંગના આ કડક નૂડલ્સનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે તે જોઈને નૂડલ પ્રેમીઓનોરોષે ભરાયા છે.
બ્લેક નૂડલ્સનો વીડિયો અવર કલેક્શન નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. નૂડલ્સને થાઈલેન્ડનું અનોખું સ્ટ્રીટ ફૂડ ગણાવાયું છે. આ વીડિયોમાં એક મહિલા એક તપેલીમાં કાળા રંગના નૂડલ્સને પ્રોન, ડુંગળી અને અન્ય વસ્તુઓ સાથે મિક્સ કરી રહી છે. સામાન્ય રીતે આવા ખાણીપીણીના વીડિયો જોઈને લોકોના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ આ વીડિયો જોઈને મોટાભાગના યુઝર્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયો પર નૂડલ્સ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું કે, ‘તમે લોકો આવું કેવી રીતે ખાઓ છો’. તો એક યુઝરે કમેન્ટ કરી કે, ‘તે રબર જેવું જ દેખાય છે’. એક યુઝરે લખ્યું કે, ‘તે વેનોમ જેવું છે, પહેલા તમે તેને ખાશો પછી તે તમને ખાઈ જશે’.
આ પણ વાંચો - આ કંપનીમાં કમ્પ્યુટર્સ શિફ્ટના કલાકો બાદ ઑટોમૅટિકલી બંધ થઈ જાય છે
કેટલાક યુઝર્સે આ વાનગી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેને અળસિયા અને વોર્મ્સ ગણાવ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સના મતે આવી જ વસ્તુઓ કોરોના ફેલાવવાનું કારણ ગણે છે.