થાઇલૅન્ડમાં એક મહિલાને પ્રસૂતિ પછી ટાંકા લેતી વખતે નર્સથી તેની વજાઇનામાં સોય પડી ગઈ હતી. એ સોય ૧૮ વર્ષ પછી, એ મહિલા ૩૬ વર્ષની થઈ ત્યારે બહાર કઢાઈ છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
થાઇલૅન્ડમાં એક મહિલાને પ્રસૂતિ પછી ટાંકા લેતી વખતે નર્સથી તેની વજાઇનામાં સોય પડી ગઈ હતી. એ સોય ૧૮ વર્ષ પછી, એ મહિલા ૩૬ વર્ષની થઈ ત્યારે બહાર કઢાઈ છે. મહિલાને પ્રસૂતિ પછી ટાંકા લેવાતા હતા ત્યારે સોઈ વજાઈનામાં પડી ગઈ હતી. ડોક્ટરોએ આંગળી નાખીને સોય કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ એમાં સફળ થયા નહોતા. બહુ લોહી વહી જવાની બીક અને દુખાવો થવાના ડરને કારણે ડૉક્ટરે સોય કાઢ્યા વિના જ ટાંકા લઈ લીધા હતા. એ પછી મહિલાને પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહ્યા કરતો હતો અને ધીમે-ધીમે મહિલા દુખાવાથી ટેવાઈ ગઈ. ૧૮ વર્ષ પછી ૪ નવેમ્બરે પાવેના ફાઉન્ડેશન ફૉર ચિલ્ડ્રન ઍન્ડ વુમન પાસે તેણે મદદ માગી. મહિલાનો એક્સ-રે કરાવતાં સોય ફસાઈ હોવાની ખબર પડી હતી. એ પછી તેનું ઑપરેશન કરાવવા માટે સોંગખલાની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ સોય વારંવાર જગ્યા બદલતી હોવાથી ઑપરેશન કરવાનું અઘરું થઈ ગયું હતું. જોકે એ પછી સફળ ઑપરેશન થયું હતું.