ઇલૉન મસ્કને તેની પહેલી પત્ની લેખિકા જસ્ટિન મસ્ક સાથે પાંચ બાળકો, મ્યુઝિશ્યન ગ્રીમ્સ સાથે ત્રણ બાળકો અને શિવોન ઝિલિસ સાથે ત્રણ બાળકો છે.
લાઇફમસાલા
ઇલૉન મસ્ક
ટેસ્લાના CEO ઇલૉન મસ્ક અને ન્યુરાલિન્કનાં સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ હેડ શિવોન ઝિલિસ આ વર્ષની શરૂઆતમાં ત્રીજા બાળકના પેરન્ટ્સ બન્યા હતા. ઇલૉન મસ્કે આ વાત જાહેર કરી નહોતી, પણ બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલમાં એવો ખુલાસો કર્યો છે કે નવેમ્બર ૨૦૨૧માં ટ્વિન્સ સ્ટ્રાઇડર અને અઝુરને જન્મ આપ્યા બાદ કપલે ૨૦૨૪ની શરૂઆતમાં ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. ટેક અબજોપતિએ ક્યારેય તેનાં બાળકોની સંખ્યા જાહેર કરી નથી, પણ જાહેર રેકૉર્ડ અનુસાર તેનાં કુલ ૧૧ બાળકો છે. ઇલૉન મસ્કને તેની પહેલી પત્ની લેખિકા જસ્ટિન મસ્ક સાથે પાંચ બાળકો, મ્યુઝિશ્યન ગ્રીમ્સ સાથે ત્રણ બાળકો અને શિવોન ઝિલિસ સાથે ત્રણ બાળકો છે.
શિવોન ઝિલિસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ છે જેણે ઇલૉન મસ્ક સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. એક રિપોર્ટ અનુસાર મસ્કે શિવોન અને પોતાની સરનેમ બાળકોનાં નામ સાથે જોડવા માટે કોર્ટ ઑર્ડરની વિનંતી કરી છે. ઇલૉન મસ્ક ઘણી વાર ફર્ટિલિટી ક્રાઇસિસનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે અને તેઓ તેમના મિત્રોને પણ વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપે છે. ઇલૉન મસ્કે કહ્યું હતું કે ‘દુનિયામાં વસ્તી ઘટી રહી છે અને હાઈ ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ) ધરાવતી વ્યક્તિઓએ બાળકો પેદા કરવાં જોઈએ.’