તેલંગણમાં મચ્છરો ભગાડવા માટે સળગાવાયેલી અગરબત્તીને કારણે ૨૭ વર્ષના યુવાને જીવ ગુમાવવો પડ્યો છે. ફિઝિયોથેરપિસ્ટ વિમલા અને તેનાં મમ્મી-પપ્પા કુકટપલ્લીમાં રહે છે. આગળનું ભણવા માટે ભાઈ અભિષેક પણ ત્યાં રહેવા આવ્યો હતો.
મચ્છર અગરબત્તીએ યુવકનો જીવ લીધો
તેલંગણમાં મચ્છરો ભગાડવા માટે સળગાવાયેલી અગરબત્તીને કારણે ૨૭ વર્ષના યુવાને જીવ ગુમાવવો પડ્યો છે. ફિઝિયોથેરપિસ્ટ વિમલા અને તેનાં મમ્મી-પપ્પા કુકટપલ્લીમાં રહે છે. આગળનું ભણવા માટે ભાઈ અભિષેક પણ ત્યાં રહેવા આવ્યો હતો. ઘરમાં મચ્છરો વધી ગયા હતા એટલે રાત્રે મચ્છર અગરબત્તી સળગાવીને સૌ સૂઈ ગયા હતા. અભિષેક અને મમ્મી-પપ્પા સૂતાં હતાં ત્યાં અગરબત્તીનો તણખો કોઈ સામાન પર પડ્યો. આગ ધીમે-ધીમે ફેલાતી ગઈ અને રસોડા સુધી પહોંચી. આગને કારણે રસોડામાં સિલિન્ડર ફાટ્યું અને અભિષેક ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો, જ્યારે તેની મમ્મી ગંભીર રીતે દાઝી ગયાં હોવાથી તેમને હૉસ્પિટલમાં લઈ જવાં પડ્યાં છે.