બન્ને યુવતીઓ લગ્ન કરીને તેની સાથે રહેવા તૈયાર થઈ જતાં આદિવાસી પરંપરા મુજબ એક જ માંડવે દુલ્હાનાં બે દુલ્હન સાથે લગ્ન થઈ ગયાં હતાં.
સિદમ સૂર્યદેવ નામના એક યુવકને લાલદવી અને જલકરદેવી નામની બે યુવતીઓ સાથે પ્રેમ થઈ ગયો
તેલંગણના કુમરામ ભીમ આશિફાબાદ જિલ્લામાં સિદમ સૂર્યદેવ નામના એક યુવકને લાલદવી અને જલકરદેવી નામની બે યુવતીઓ સાથે પ્રેમ થઈ ગયો. યુવકે બન્ને યુવતીઓને સાચું કહી દીધું કે તે બન્નેને ખૂબ જ પ્રેમ કરે છે અને બેમાંથી કોઈનેય છોડવા માગતો નથી. આ બન્ને કન્યાઓ પણ સિદમના પ્રેમમાં એટલી ડૂબેલી હતી કે તેને છોડવા તૈયાર નહોતી. બન્ને યુવતીઓ લગ્ન કરીને તેની સાથે રહેવા તૈયાર થઈ જતાં આદિવાસી પરંપરા મુજબ એક જ માંડવે દુલ્હાનાં બે દુલ્હન સાથે લગ્ન થઈ ગયાં હતાં.

