દીકરીના જન્મ વખતે ખુશી જાહેર કરવા લોકો હવે પેંડા વહેંચે છે, પણ તેલંગણના ટુંગુર નામના ગામમાં ઓગાલાપુ અજય નામના ભાઈના ઘરે દીકરીના જન્મની ખુશીમાં જે ખુલ્લા દિલે વહેંચણી કરી છે એ અચંબિત કરે એવી છે.
અજબગજબ
અજયે દીકરીના આગમન પ્રસંગે ગામમાં એક ખાસ ઉત્સવનું આયોજન કર્યું
દીકરીના જન્મ વખતે ખુશી જાહેર કરવા લોકો હવે પેંડા વહેંચે છે, પણ તેલંગણના ટુંગુર નામના ગામમાં ઓગાલાપુ અજય નામના ભાઈના ઘરે દીકરીના જન્મની ખુશીમાં જે ખુલ્લા દિલે વહેંચણી કરી છે એ અચંબિત કરે એવી છે. અજયે દીકરીના આગમન પ્રસંગે ગામમાં એક ખાસ ઉત્સવનું આયોજન કર્યું હતું. તેણે આખા સમાજને એકજૂટ કર્યો, પણ સાથે દીકરીના જન્મનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. તેણે પોતાના ગામની દરેક મહિલાને સાડી ભેટ આપી. ગામમાં લગભગ ૧૫૦૦ મહિલાઓ હતી એ દરેકના ચહેરા પર ખુશીની ચમક પ્રસરી ગઈ હતી. એ ઉપરાંત તેણે ગામના પાંચ રિક્ષાચાલકોને સ્માર્ટફોન ભેટ આપ્યા હતા. આ ઉત્સવમાં ખાણીપીણી અને ગિફ્ટ આપવા પાછળ તેણે ૨૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
અજયની આ ઉદારતા પાછળનું કારણ એ છે કે તે થોડા સમય પહેલાં જ લૉટરીમાં ૩૦ કરોડ રૂપિયા જીત્યો હતો. ૫૦૦૦ રૂપિયાની ટિકિટમાં તેને ૩૦ કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો હતો. રાતોરાત કરોડપતિ બની ગયા પછી તે સમાજમાં જરૂરિયાતમંદો માટે પૈસા ખર્ચતો થઈ ગયો છે.