દરરોજ સવારે 8 વાગે અટકી જાય છે તેલંગાણાનું આ ગામ, જાણો શું છે કારણ ?
તેલંગાણાનો નક્શો
કોઈ ગામ આખેઆખું એક સાથે અટકી જાય એવું તમે ક્યારેય સાંભળ્યું છે ? ગામના બધા જ લોકો ચોક્કસ સમયે કંઈ પણ કરતા હોય અને અટકી જાય એવું શક્ય બને ખરું ? તમે આ સવાલનો જવાબ નામાં જ આપશો. અને તમે ખોટા પણ નથી, કારણ કે એવું કદાચ ભાગ્યે જ કોઈ કારણ હશે, જેના લીધે હજારો લોકો ચોક્કસ સમયે પોતાના કામ અટકાવી દે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના એક ગામમાં આવું થાય છે. તેલંગાણાના એક ગામ જમ્મીકુંટા ગામમાં એક વિચિત્ર ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડ મુજબ ગામના લોકો રોજ સવારે 8 વાગે એક મિનિટ માટે બધા જ કામ પડતા મૂકી દે છે.
હૈદરાબાદથી 140 કિલોમીટર દૂર કરીમનગર જિલ્લામાં આવેલા આ ગામમાં 2 વર્ષથી આ સિલસિલો શરૂ થયો છે. છેલ્લા 2 વર્ષથી રોજ સવારે ગામના લોકો જે પણ કામ કરતા હોય તે રોજ સવારે 8 વાગે પડતું મૂકી દે છે. તમને સવાલ થશે કે આવું કેમ ? એની પાછળ જવાબદાર છે આ ગામના લોકોની દેશભક્તિ. ગામમાં રોજ સવારે 8 વાગે બધાજ ભેગા થઈને રાષ્ટ્રગીત ગાય છે. અને રાષ્ટ્રગીત ગાવા માટે પોતાના કામ અટકાવી દે છે. 15 ઓગસ્ટ 2017થી ગામમાં આ પરંપરા શરૂ થઈ છે.
ADVERTISEMENT
સ્થાનિક પોલીસ ઈન્સ્પોક્ટરના કહેવા પ્રમાણે લોકોમાં દેશભક્તિની ભાવના લાવવા આ પહેલ કરાઈ હતી. રોજ સવારે 7.58 વાગે લોકોને સાર્વજનિક જાહેરાત કરીને સંબોધન કરવામાં આવે છે. તેલુગુ અને હિન્દી ભાષામાં જાહેરાત કરવામાં આવે છે. 2 સેકન્ડ બાદ રાષ્ટ્રગાન શરૂ થઈ જાય છે.
આ દરમિયાન ગામમાં વાહનો અટકી જાય છે. રોડ પર જતા લોકો ચાલવાનું બંધ કરી દે છે. ઓફિસ જતા લોકો, શ્રમિકો, સ્કૂલના બાળકો બધા જ 52 સેકન્ડ સુધી અટકી જાય છે. રાષ્ટ્રગાન બાદ દેશભક્તિના ગીતો વાગડવામાં આવે છે, પરંતુ લોકો પોતપોતાના કામે વળગી જાય છે. છેલ્લા બે વર્ષથી શહેરમાં પોલીસ સ્વયંસેવકોની મદદથી આ કામ કરી રહી છે. રાષ્ટ્રગાન પ્રત્યે સન્માન વધારવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ એક વર્ષમાં 22 પુરુષ બન્યા માતા, આપ્યો બાળકોને જન્મ !!
મળતી પ્રમાણે દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા આ શરૂ કરાયું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે તમામ થિયેટરમાં રાષ્ટરગાન ફરજિયાત કર્યું ત્યારે ગામમાં પણ આ શરૂઆત કરવામાં આવી. અને ગામના લોકો પણ આ પહેલને સપોર્ટ કરી રહ્યા છે. આ માટે ગામના જુદા જુદા સ્થળોએ 16 લાઉડ સ્પીકર મૂકવામાં આવ્યા છે. જમ્મીકુંટામાં આ પહેલ સફળ થયા બાદ 2018માં પેદ્દાપલ્લી જિલ્લાના ગોદાવરીખાની નામના શહેરમાં પણ આવી પ્રથા શરૂ કરવામાં આવી છે. ગોદાવરી ખાની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ દ્વારા સ્થાનિક અધિકારીઓની મદદથી આખા શહેરમાં 111 રાષ્ટ્રધ્વજ પણ લગાવાયા છે.ઞ